આ તો છે મારીને મારા હૈયાંની વાત, પ્રભુ તારા હૈયાં સુધી છે એને પહોંચાડવી
જીવન તો છે મારું, મારા કર્મોની કહાની, નથી કાંઈ તારાથી તો એ અજાણી
થાતાને થાતા ગયા કર્મો, બની ગયું છે આ જીવન તો એની રે કહાની
મારા કર્મોને, ને મારા ભાગ્યને બનતું નથી, પ્રભુ દેજે સરળ રસ્તો એમાં સુઝાડી
પ્રભુ જાણું છું હું તો, ચાલશે ના પાસે તારી, કોઈ ઉપજાવેલી તો કહાની
મળ્યું છે જગમાં મને તો જીવન, છે એ તો, મારાને મારા કર્મોની તો લહાણી
લાગે ભલે પ્રભુ તને એ તો નજીવી, પણ છે એ તો, મારા હૈયાંની તો કહાની
રોકી નથી શકાતી, રહી છે હૈયાંમાં એ ઊછળતી, મારે એને તારા સુધી છે પહોંચાડવી
પહોંચાડી શકીશ ના જીવનમાં એને તારા સુધી, જઈશ જીવનમાં તો બેચેન હું તો બની
હશે જગમાં ભલે સ્થાન તો અનેક, તારા વિના નથી બીજા કોઈને કહેવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)