એવો રે તું નથી રે, એવો રે તું નથી (2)
જાણે છે ને માને છે તને તું તો જેવો, એવો રે તું નથી
શોધી શોધીને સારા વિશેષણો, વાપર્યા તેં તો તારા કાજે સમજાવી રહ્યો તને તું સત્યનો અવતારી, અસત્યની સીમા રહ્યો સદા ઓળંગી - જાણે...
કર્યું નથી રે તેં પ્રભુનું ધાર્યું, કરી શક્યો નથી તારું રે ધાર્યું
સમજીને માની રહ્યો છે તું, પ્રભુને પુરુષાર્થનો પૂજારી - જાણે...
રહ્યો છે ને માને છે તને, કહ્યાગરો પ્રભુનો પણ એવો રે તું નથી
અન્યનાં જોયાં ના કોઈ ગુણો, તોયે સમજતો રહ્યો તને ગુણોનો ભંડારી - જાણે...
જોયા અહંના પરપોટામાંથી ગુણોને તારા, દેખાવા મોટા, સમજી બેઠો તો ગુણગ્રાહી
સદા અસ્થિરને અસ્થિર રહ્યો તું જીવનમાં, રહ્યો માની તને સ્થિરતાની મૂર્તિ - જાણે...
વાક્યે વાક્યે નિતરતી રહી કટુતા નિરાશાની, રહ્યો છે સમજી તો પ્રખર આશાવાદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)