ક્યાં કિસ્મત તો જગમાં કોઈને છોડે છે, નમ્યાં નથી જગમાં જે, એને એ તો નમે છે
માંધાતાઓને માંધાતાઓ, આવ્યા ને ગયા, ઇતિહાસ રસ તરબોળ તો એનાથી છે
ચડઊતર કરાવે જીવનમાં એ તો ઘણી, કિસ્મત ધાર્યું એનું એ તો કર્યે જાય છે
ખેલ ખેલે સહુની સાથે એ તો જુદા જુદા, બાકી ના એમાં કોઈને એ રહેવા દે છે
રહે જ્યાં એ તો સાથેને સાથે, માનવીને ટોચ ઉપર એ તો પહોંચાડે છે
ક્યારે એ દેશે શું, ક્યારે એ જીવનમાં લેશે શું, અંદાજ એનો ના એ લડવા દે છે
લડયા ને લડતા જે એની સામે, સહુને એમાં એ તો, એવા એ નમાવી દે છે
રાખી ના શક્યા ધીરજ તો જે એમાં, જીવનમાં બધું એ તો એ ગુમાવે છે
જીવનમાં કિસ્મત તો કંઈકને અક્કડ તો કંઈકને નરમ એ તો બનાવે છે
સર્વોપરિતા જગમાં તો કિસ્મત, જીવનમાં સહુના એ તો સ્થાપતું આવ્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)