પ્રભુ નથી કાંઈ છુપો, છે એ તો જગજાહેર, અને છે એ તો ખુલ્લો
એકવાર કરો નિર્ણય, ક્યાં નથી એ જગમાં, જાશે મળી ત્યાં એનો તાળો
કુદરતના અણુ અણુંમા રહેછે રમતો, રહી શકે, ક્યાંથી તો એ છુપો
કરે સઘન યત્નો જગમાં, ગોતવા એને, જરૂર જગમાં એને એ મળી જાતો
રહે છે પ્રેમની ધારા એની વહેતીને વહેતી, સહુને એમાં એ ભીંજવી દેતો
દેખાય ના ભલે એ હરતો કે ફરતો, રહે જગમાં બધું તોયે કરતોને કરતો
મન વિચારોથી વ્યાપી જગમાં, રહીને તો સહુમાં, જગમાં સહુને એ જોતો
રહે એનાં પ્રેમમાં મગ્ન જે, એના પ્રેમનું પોષણ, જગમાં સદા એ તો કરતો
પડી જરૂર જગમાં જ્યારે જે જે, ત્યારે તે તે, બધું રહે છે એ કરતો
લાગશે જરૂર જ્યારે તને એની એવી, દર્શન દેવામાં વાર ના કદી કરતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)