પ્રભુ શું છે, શું નથી, ભાંજગડમાં એની ના પડો તમે
રહે છે સદા એ પાસેને સાથે, વાત ઉરે તો આ ધરો
કરશો કોશિશો, હૈયેથી કાઢવા એને, સફળતા એમાં તો નહીં મળે
રહ્યાં છે ક્યાં, જાણવાની છે શી જરૂર, રાખો હૈયાંમાં એને સાથેને સાથે
બનાવી દેજો અંગ એને પોતાનું, કરો ના યાદ એને ખાલી દિલાસા કાજે
રહેશો ના જ્યાં દૂર તમે એનાથી, તમારાથી દૂર એ તો ક્યાંથી રહેશે
વિચારશો પ્રભુ કાજે જેટલું, લાગશે થોડું, સત્ય આ તો, સ્વીકારવું પડશે
ઉગાર્યા અનેકને, દીધા દર્શન અનેકને, શંકા એની હસ્તીમાં શાને લાવે
જીવનના હરેક કામમાં અને હરેક પ્રસંગમાં, કરુણા એની તો સદા નીતરે
લક્ષ્ય ચોટયું જ્યાં એની માયામાં, લક્ષ્ય ના રહેશે એમાં, બરાબર આ સમજી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)