જીવનના હરકદમ પર તોફાન ઊઠયા, મંઝિલના ના કોઈ નિશાન દેખાય છે
હારજે ના હિંમત તો તું જીવનમાં, પહોંચવાનું છે મંઝિલે, હકીકત એને બનાવવાની છે
જઈશ ઝૂકી જ્યાં તોફાનોમાં તું એકવાર, જીવનમાં તું ઝૂક્તોને ઝૂક્તો રહેવાનો છે
નથી સહેલુંને સરળ કાર્ય જીવનમાં જે, જીવનમાં તારે એને તો પાર પાડવાનું છે
ઘા પર ઘા સહન કરી હસતા હસતા, રહી મુશ્કરાતા, જીવનમાં આગળ વધવાનું છે
મઝધારે તારી હાલક ડોલક ડૂબતી કસ્તીને, કિનારે પહોંચાડી દમ લેવાનો છે
નથી હાર માનવી, નથી તૂટયું, નથી ઝૂકવું, હિંમતથી સામનો ત્યાં કરવાનો છે
છે હાલત જીવનની એવી તો મારી, સમજાતું નથી, શરૂઆત ક્યાંથી કરવાની છે
અણધાર્યા પવનો ને તોફાનોથી, હૈયું ના હચમચી જ્યાં દેવાનું છે
જગાવ એવી જ્વાળા પ્રભુ મારા, હૈયાંમાં એની જ્યોતે મંઝિલે પહોંચવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)