વિધ વિધ રસોથી તો છે, જગ તો ભર્યું ભર્યું, છે જગ તો ભર્યું ભર્યું
ગોતી મનગમતા રસો તું એમાંથી, જાજે રે એમાં તો તું ડૂબી
અન્ય રસો પણ હશે છલોછલ છલકાંતા, બીજા રસો તો તારે શું કામના
ડૂબી ડૂબી તો એમાં, પડશે થાવું તન્મય એમાં, જઈશ જ્યાં બીજું તું ભૂલી
પ્રેમ તો છે રસોનો રાજા, એ પીધા વિના, બીજા બધા રસો તો નકામા
શૃંગાર શું, બીભત્સ શું, કે રૌદ્ર શું, છે એ રસ બધા તો ક્ષણ ક્ષણના
વીર રસ પણ ટકે ના કાયમ, સંજોગે સંજોગે પ્રગટી, એ તો શમી જવાના
કરુણ રસ જીવનમાં પ્રગટાવે કરુણા, એ રસ ઝાઝો ના મહાલી શકવાના
આનંદ રસ તો છે આનંદદાયી, રહે છે સહુને તો સદા એની રે ઝંખના
રસે રસે તું રસમય બનશે, હશે જીવનમાં તારી જીવનની તો એ રસગંગા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)