જુદાઈ, જુદાઈ, ત્યાં એ તો જુદાઈ નથી, ત્યાં એ તો જુદાઈ નથી
ગઈ સ્થપાઈ જીવનમાં તો જ્યાં, એકતા તો દિલની
હર શ્વાસ ને હરપળમાં, અનુભવાય જ્યાં એની તો હાજરી
નજર સામે રહે નાચતીને નાચતી, જ્યાં તસવીર તો એની
વિચારોને વિચારોમાં રહે, છવાયેલી એના વિચારોની ચાંદની
પ્રેમ ને પ્રેમથી થાતી રહે જીવનમાં તો, જ્યાં શ્વાસની હેરાફેરી
આકુળતાને વ્યાકુળતા, ગઈ ભુલાઈ ત્યાં એની તો હાજરી
આનંદના આંસુઓથી થાતી રહે, ભીની તો પગ નીચેની ધરતી
બની ગઈ નજર જ્યાં સ્થિર, ખસવા દેતી નથી મનગમતી મૂર્તિ
ખોવાઈ જાય જ્યાં એમાં એવા, નવરાશ બીજી નથી એને મળતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)