પડયા છીએ વતનથી વિખૂટા, ફરશું પાછા વતન ક્યારે, એ તો કોણ જાણે
રહ્યાં ખેડતાને ખેડતા સફરો, અટકશે બધી એ તો સફરો ક્યારે, એ તો કોણ જાણે
સમજમાં અણસમજમાં ચાલ્યા રાહ પર, પહોંચાડશે વતનમાં ક્યારે, એ તો કોણ જાણે
કર્યા રોકાણો ઘણા, પાલવશે ના રોકાણે વધુ, પહોંચાશે વતનમાં ક્યારે, એ તો કોણ જાણે
મળ્યા અનુભવો ઘણા, રહ્યાં યાદ કેટલા, સમજાશે જીવનમાં એ તો ક્યારે, એ તો કોણ જાણે
વીત્યો કાળ કેટલો, વીતશે કાળ કેટલો, પહોંચાશે વતનમાં ક્યારે, એ તો કોણ જાણે
ફર્યા ને ફર્યા, ઘણું ઘણું જીવનમાં, પહોંચશું ફરી વતનમાં ક્યારે, એ તો કોણ જાણે
પડશે કાપવો મારગ એકલાએ ને એકલાએ, પહોંચશું ફરી વતનમાં ક્યારે, એ તો કોણ જાણે
થાક્યા વિના, કરાવ્યા વિના, પડશે તો ચાલવું, પહોંચશું વતનમાં ક્યારે, એ તો કોણ જાણે
ચાલ્યા વિના નથી કોઈ મારગ બીજો, પહોંચાડશે રાહ વતનમાં ક્યારે, એ તો કોણ જાણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)