જુઓ જીવનની વિચિત્રતા તો જુઓ, ગમે છે માનવીને બંધાવું, મુક્તિની વાતો કરે છે
લાગ્યા કંઈક બંધન એને એવા પ્યારા, ચુકાવી ગયા એને તો મુક્તિના કિનારા
બંધન કંઈક ખટક્યા એવા એને જીવનમાં, ધમપછાડા છૂટવા એણે ખૂબ કર્યા
કંઈક બંધન લાગ્યા એને એવા મીઠા, કિનારા મુક્તિના એ તો એને ભુલાવી ગયા
ગમતું નથી છોડવું માનવીને જે જીવનમાં, બળાપા એમાં એના એના તો કાઢયા
ત્યજી બ્રહ્મચર્ય, સ્વીકાર્યું બંધન સંસારનું, સંસારમાં તોયે વાતો મુક્તિની કરે છે
લાગણીના પૂરો ત્યજ્યા ના જીવનમાં કદી, તણાવું પૂરમાં એને તો ગમ્યું છે
ખૂંપતોને ખૂંપતો રહ્યો છે સંસારના કાદવમાં, કાદવમાં તો ખૂંપાવું એને તો ગમ્યું છે
બંધનોમાં બંધાઈ રહેલા માનવને, અન્યને સંસારમાં તો બાંધવું ગમ્યું છે
સર્વ બંધનો તો તોડયા વિના, સ્વપ્ન મુક્તિનું તો અધૂરું રહેવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)