બનાવી બનાવી દીવાનો, દીવાનો તારા પ્યારનો, શાને તું છુપાતો રહે છે
જગાવી જગાવી હૈયાંમાં, જીવનમાં તો આશાઓ, શાને એને તું તોડતો રહે છે
કર્યા ના કદી વાયદા અમને તેં મળવાના, કરો વાયદા હવે તમે ક્યારે મળવાના
ભૂલ્યા ભાન જગનું તો જ્યાં બધું, તારો પ્યાર ત્યારે રે તું વરસાવે છે
નજર નજર ફેરવો જ્યાં આસપાસ, અણસાર તારો ત્યાંથી તો મળે છે
કુદરતનો કણેકણ તો પ્રભુ, તારીને તારી હાજરીની સાક્ષી તો પૂરે છે
તારા પ્રેમના પ્રવાહનું સ્પંદન, હવાના અણુએ અણુમાંથી તો મળી રહે છે
તારા પ્યારનો દીવો, દિલમાં જ્યાં જલતો રહે છે, સાંનિધ્ય તારું એમાંથી મળે છે
ખેંચાણ તો છે એનું એવું, ખેંચાતો એમાં જાઉં છું, કારણ ના એનું તો જડે છે
બન્યો દીવાનો જ્યાં તારા પ્યારમાં, મારા પ્યારમાં દીવાનો બનાવવો તને બાકી રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)