આવ્યું તારા હાથમાં તો શું, આવ્યું તારા હાથમાં તો શું
લઈ લઈને ઉપાડાઓ તો, ખોટા તો માયામાંને માયામાં
જીવનમાં તો અન્યને ધકેલી, જીવનમાં અન્યને તો પછાડી
રાખી મનડાંને તો ફરતુંને ફરતું, દોડી દોડી પાછળ તો એની
ક્રોધે ક્રોધે બળી જળી, ઉચાર્યા વેણો કડવા તેં હરઘડી
ઈર્ષાનો અગ્નિ રાખી જલતો હૈયે, રમ્યો જીવનમાં પકડા પકડી
લોભલાલચમાં દોડી, ખોઈ તો તેં હૈયાંની ધીરજની મૂડી
તોડવાને બદલે, રહ્યો કરતો મજબૂત તો તું કર્મોની બેડી
ભળી ના શક્યો તું ખુલ્લા દિલથી, જગમાં સાથે તું સહુની
છુપાવી છુપાવી ભૂલોને ભૂલો, તો અન્યને ને જગથી
રાખજે સદા ગણતરી તું એમાં, આવ્યું શું, ને રહ્યું શું હાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)