જીવનના આનંદો મહાણી શકીશ તું, જગમાં તો તું પૂરા પ્રેમથી
જીવનમાં રે પ્રભુ, તમે જ્યાં મારા રહેશો, જગમાં તો મારા બનશો
સહી શકીશ તાપ સંસારના રે હું, સહી શકીશ વિપત્તિ પૂરા પ્રેમથી
થાશે ના અસર મારા પર જીવનમાં કોઈ, આધાર જીવનમાં મને જ્યાં તારો હશે
જોશે ના જગમાં મને બીજું રે કાંઈ, જીવનમાંથી ખોટું બધું તો છૂટી જાશે
મળશે ના જીવનમાં મૂંઝારાને સ્થાન, વિશ્વાસની જ્યોત જ્યાં પ્રગટી જાશે
દુઃખ દુઃખ ના લાગશે જીવનમાં, છોળો સુખની જીવનમાં ઊછળશે
ચેતનવંતું રહેશે ને બનશે જીવન, સાથ જીવનમાં જ્યાં તારો મળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)