પળપળના રે અંધારા, ને પળપળના અજવાળા, આવશે ના ઝાઝા કામમાં
પળેપળની તો છે કિંમત જગમાં, લેજે એને રે તું ઝડપી, તારા હાથમાં
સરકી ગઈ જે પળ હાથમાંથી તારા, આવશે ના પાછી એ તારા હાથમાં
પળેપળમાં બદલાતા રહેશે જે નિર્ણય, આવશે ના એ નિર્ણય તો કામમાં
પળેપળની કરશે જે ગણતરી જગમાં, વધશે આગળ એ તો જીવનમાં
પળ તો છે અંગ જીવનનું, પળેપળથી છે ભરેલી જિંદગી, રાખજે એ ધ્યાનમાં
આવે છે પળ જીવનમાં તો એવી, હોય ના ધાર્યું જે, બની જાય એ પળવારમાં
પળેપળ છે મોંઘેરી તો તારી, ખોટી વેડફી ના દેતો એને રે તું જીવનમાં
પ્રભુની યાદ વિનાની, વીતી જે પળ જીવનમાં, એવી પળો આવશે ના કામમાં
વિતાવો ના પળ તમે ચિંતામાં, કરશે ઊભી એ ચિંતા, વીતી હશે જે ચિંતામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)