ના કોઈ પરેશાનીની છે, ના કોઈ મહેરબાનીની છે
હે જગજનની, આ તો અમારા રોજિંદા જીવનની તો કહાની છે
તારા નામ વિનાની હૈયાંની સૂકી ધરતી છે આશાઓના ભંગારથી ભરેલી છે
મહેનત વિના જોઈએ અમને બધું, ના મળે અમને એ, એની પરેશાની છે
સુખદુઃખની છાયા આવનજાવનની છે, ભરેલી એનાથી તો જિંદગાની છે
જેવી છે તેવી તો કહેવાની છે, ના કાંઈ એને તો વિસ્તારવાની છે
પૂરજોશથી વહેતી અમારી જિંદગાની છે, નથી હાથમાં એ અમારા, એની પરેશાની છે
ભૂલોને ભૂલો, થાતીને થાતી આવી છે, ભૂલોને ભૂલો ભરેલી અમારી કહાની છે
આશાઓના મહેલો રચ્યા ઘણા, નિરાશાઓના ભંગાર, એની તો એ નિશાની છે
સહાનુભૂતિ ચાહતા આ દિલને, તુજ ચરણમાં સ્થાન મળે એ ચાહવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)