ખુદાના ખલ્કમાં તો છો આવ્યા, દિલથી જુદાઈ બધી તો ત્યજી દેજો
હરેક ઇન્સાન તો છે ખુદાના તો ઝાડવા, કરી ખિદમત એની ખિદમતગારની ખિદમત કરી લેજો
સચ્ચાઈની રાહ પર ચાલીને જીવનમાં, ખુદાના ખોફથી જહાંમાં બચી જાજો
ઇન્સાનિયત જગાવીને દિલમાં, ખુદાનું નામ જહાંમાં રોશન તો કરી દેજો
મળી છે આ જહાંમાં તને તો જિંદગી, ખુદાનું ઘરેણું જગમાં એને સમજી લેજો
હરવાતથી તારી, છે ખુદા તો વાકીફ, ખોટા મનસૂબા, દિલમાંથી તો છોડી દેજો
નજર નજરથી જોશે તો ખુદા, તમારી જાતને એમાં તો સદા સંભાળી લેજો
છે પ્યારભરી રાહ જહાંમાં તો એની, જીવનમાં એ રાહને તો અપનાવી લેજો
વસે છે હર દિલમાં તો ખુદા, સુખચેનથી રહેજો, સુખચેનથી રહેવા દેજો
મહોબતના જામ ભર્યા છે એના ખલ્કમાં, પીજો તમે એને, રાહીને એ પીવરાવી દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)