છે ‘મા’ તું તો કેવી શક્તિ, વ્યાપી સઘળે તોય દેખાતી નથી
કરતી રહી સહાય તો સહુને, તોય તું તો સમજાતી નથી
પોકારતાં તો તું વહારે ચડતી, દૂર તો તું રહેતી નથી
તેજે-તેજે તો તું રેલાઈ રહી, તોય જગમાં તું તો જડતી નથી
સાન તો સહુની ઠેકાણે લાવે, તોય ક્રોધ તો તું કરતી નથી
દયા સહુ પર તો વરસાવી રહી, નાસમજને એ દેખાતી નથી
પ્રેમે-પ્રેમે તો નવરાવે સહુને, તારા પ્રેમમાં તો કમી નથી
પાપીઓને પણ ગળે લગાવે, ભેદભાવ તો દેખાતો નથી
કર્મો કેરી લાકડીએ મારે, લાકડી તારી તો દેખાતી નથી
કાળે-કાળે સળગાવે સહુને, જ્વાળા એની તો દેખાતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)