મન તું શાંતિનો અનુભવ લઈ લે એક વાર
સમજાવ્યું ઘણું તને, સમજાવ્યું તને કંઈક વાર
એક બિંદુ અમૃતનું અમર કરતું, ચરણ ‘મા’ નાં શાંતિ દેતું
ભમી-ભમી આખરે તો, સહુ ‘મા’ ના ચરણે બેસતું
નોખનોખી આશાઓ જગાવી હૈયે, આશા કાજે ભમતું
થાતા આશાના ચૂરા, હૈયું તો ઉદાસીન થાતું
છે શોધ શાંતિની સહુને, શાંતિ પણ વેડફી દેતું
ખોટી આશાએ તણાઈ જાયે, અંત તો શોધની ના આવતું
નિરાશા હૈયે છવાયે, યત્નોમાં તો ઢીલું બનતું
અધૂરા યત્નો ફળ ના લાવે, હૈયું અસંતોષે ઘેરાતું
ફરી-ફરી તને વિનવું આજે, ‘મા’ ના ધામે ચાલ તું
કર્મો તો સાચાં વંચાઈ જાશે, શાંતિ તો ત્યાં પામશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)