કાયાની કોતરણીએ, ‘મા’ એ કોતર્યા અનોખા રે દીવડા
રૂપરૂપે નોખા રે એવા, ‘મા’ એ ચીતર્યા રે દીવડા
આંખોના તેજે ને તેજે, પ્રકાશે રે એ તો દીવડા
પ્રાણના આધારે રે ફરતા રાખ્યા એ તો દીવડા
પવનના ઝપાટા પણ ઓલવી શકે ના એ દીવડા
વરસાદ પણ એને ભીંજવી ના શકે એવા એ દીવડા
ખોરાકે-ખોરાકે, તેલ પુરાતાં રહે એમાં, એવા એ દીવડા
‘મા’ ના આધારે, તનની ધરતી શિરે, ફરતા રહ્યા એ દીવડા
મોટા ને નાના, જ્યોતે-જ્યોતે તો જલતા રહ્યા એ દીવડા
હટતા આધાર ‘મા’ નો, ફૂટતા રહ્યા, એવા એ દીવડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)