બાળ તો છે સહુ જગના, છે એ માતાના દુશ્મન, માત સર્વની રે
લાગે તો ભલે કદી એ આકરી, માખણથી પોચી હૈયે તો રે
ભૂલો બાળકો કરે તો જ્યારે, પડે તિરાડ એને હૈયે રે
તોય બાળકોને દૂર ના કરતી, તૈયાર છે સદા માફી કાજે રે
દૃષ્ટિ એની છે સહુ પર સરખી, ઊંચ-નીચના ભેદ ના જોતી રે
ભરે જે કોઈ એક ડગ એની સામે, સામે તો એ દોડતી રે
મંગળકારી છે સદાય માતા, મંગળ તો સહુનું કરતી રે
પાપહારિણી છે તો માતા, પાપ તો સહુનાં હરતી રે
કપટ એની પાસે ના ચાલે, કપટ તો એ જાણી લેતી રે
બાળ બની જાશો જો એની પાસે, માતૃભાવ તો એ ધરતી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)