કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી
સર્વે કર્મો ઓરતી રહી, પ્રારબ્ધને તો ઘડતી રહી
કર્મનો દાણો-દાણો દળતી રહી, દાણો એક ના છોડી
લોટની તો લહાણી કરી, અલિપ્ત બની ફરતી રહી
નાના-મોટા દાણેદાણા, સર્વને પીસતી રહી
દળી-દળી લોટ વિધાતાના હાથમાં દેતી રહી
ના છૂટે એક ભી દાણો, સર્વનો લોટ કરતી રહી
લોટે-લોટે ઘાટ ઘડી, જગમાં સહુને મોકલતી રહી
પડ છે તો મજબૂત એના, વરસોવરસ ફરતી રહી
સૃષ્ટિ સર્જનથી આજ સુધી, એ તો સદા ફરતી રહી
પહોંચ્યા દાણા પ્રભુ પાસે, એને તો એ દળી રહી
કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)