ક્ષણે-ક્ષણે માથે મોત ઘૂમે, ડરીશ ક્યાં સુધી તું એનાથી
હસતા-હસતા સત્કારજે એને, કરીને પૂરી તૈયારી
ભેદભાવ રાખ્યા ન એણે, નાના-મોટા સહુને લીધા સમાવી
જન્મ્યા એ ના છટક્યા, કરી કોશિશ બચવા એમાંથી
ના દેખાયે, સમય પર પકડે, છે બંધાયો તો સમય એનાથી
ભેટવું પડશે એક દિવસ એને, લેજે આ વાત સ્વીકારી
ના લેવા દેશે એક શ્વાસ વધુ, પકડશે શ્વાસ પૂરા થવાથી
ના જોતું એ સુખી કે દુઃખી, સમય પર જાતું સહુને ભેટી
અવતારીઓએ પણ રાખી આમન્યા, હસતા-હસતા એને સત્કારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)