આતમ જાતાં તનનું તેજ તો હરાઈ ગયું
સુખે-દુઃખે રહ્યા સાથે, મોત જુદા પાડી ગયું
પ્રારબ્ધે તો કીધા ભેગા, મોતે પાડ્યા જુદા
અતૂટ એવા તાંતણાને મોત તો તોડી ગયું
ફર્યા સાથે, રહ્યા સાથે, ઊંઘમાં ભી રહ્યા સાથે
એક અનંત નિદ્રાએ પડ્યું, બીજું ક્યાંય ઊડી ગયું
દૃષ્ટિમાંથી, દૃષ્ટિનું તેજ આજ નીકળી ગયું
આતમ જાતાં, તન તો શૂન્ય બની ગયું
વાચા ભી તો ગઈ અટકી, મૌન ત્યાં છવાઈ ગયું
સૌ તો રહ્યા જોતા એને, એ ક્યાંય ખોવાઈ ગયું
તનનાં બંધન તોડી આજે, વહાલાને ભી દીધા છોડી
મોત તો આજે, ક્યાંનું ક્યાં તો લઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)