માંડ્યો છે જંગ અસુરોએ તો જ્યારે સામે તારી
લડવા સામે તો એની, રહેજે સદા તું તૈયાર
હણવા એને લેજે સદા તું હાથ ચડ્યું તે હથિયાર
બનીને તારા પોતાના, મારશે પછી તને માર - હણવા...
પરિવર્તનમાં છે પાવરધા, કરજે ના ભૂલ લગાર - હણવા...
ઘેરી વળશે એવા તને, બનાવશે તો લાચાર - હણવા...
મારીશ એકને થાશે બીજો તૈયાર, છે એની વણઝાર - હણવા...
હિંમતથી કરી સામનો, મારજે એક-એકને માર - હણવા...
હટાવતો જાજે, મારતો જાજે, રોકાતો ના એમાં લગાર - હણવા...
લલચાવવામાં છે પૂરા, રહેજે એમાં તું હોશિયાર - હણવા...
છળકપટમાં છે શૂરા, ના મળે સારાસારનો વિચાર - હણવા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)