કસોટીની ધૂનમાં માડી (2) કાઢી નાખ ના અમારો કચ્ચરઘાણ
બાળક છીએ, ભૂલો કરીએ, વધુ-ઓછું તો માગી લઈએ
‘મા’ અપાય તેટલું આપ - કાઢી...
વહેલી-મોડી અંકમાં લેશે, મુખે તો ચુંબન લેશે
જ્યાં રડી પડીશું અમે તો માત - કાઢી...
પગલું એક આગળ વધશું, દોડી તું આવશે સામે
બીજું બધું ભૂલી જાશે તું તો માત - કાઢી...
વારેઘડીએ સંભળાવીએ તને, કરીએ અમારી વાત
સહી લેતી બધું તું, રહેતી તું ચૂપચાપ - કાઢી...
પોકારીએ તને જ્યારે-જ્યારે, યાદ કરીએ તને માત
વહારે ચડતી તું તો, ના જોતી દિન કે રાત - કાઢી...
રાખે નજર સદા અમારા પર, જાવા ના દે નજર બહાર
છે રીત તો તારી અનોખી માત - કાઢી...
બાળ છીએ, છીએ તો તારાં, મતિ અમારી સુધાર
રાખ માડી અમારી આ વાત - કાઢી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)