રીત તારી કેવી ઊલટી છે ‘મા’, માગું તે તો ના દેતી
ના માગું જે-જે, સામે તું તો એ તો દઈ દેતી
દર્શન માગ્યાં ના દીધાં, માયામાં તો લપટાવી દીધી
છોડવા એને યત્નો કીધા, મજબૂત એને બનાવી દીધા
લાભે-લોભે તો જ્યાં જાઉં હું તો કંટાળી
લલચાવી ત્યાં તું દેતી, હૈયે લાલચ તો જગાવી
સંકલ્પ કરી કરવા યત્નો, હૈયે જ્યાં હામ તો ધરી
આળસ ત્યાં જકડે હૈયું, ફરે યત્નો પર ત્યાં પાણી
કહેવું તો પડશે તને, રહી છે તું તો આકરી
કૃપા હવે ઉતારજે મુજ પર, તારી રીત આ બદલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)