હરેક સવાર, સાંજ તો લાવે છે
હરેક રાત, દિન સદા તો લાવે છે
નીચે જાતું ચકડોળ ઉપર તો આવે છે
ઉપર જાતું ચકડોળ નીચે તો આવે છે
બાળપણ પછી જુવાની તો આવે છે
જુવાની પછી ઘડપણ તો આવે છે
ક્રમ તો આ, જગમાં ચાલ્યો આવે છે
ઝરણાં નાનાં, નદીમાં મળતાં જાય છે
નદીઓ સાગરમાં મળતી જાય છે
ક્રમ તો આ, જગમાં ચાલ્યો આવે છે
પડતા આદત ખોટી, મજબૂર માનવ થાય છે
આદતે-આદતે ડૂબી, ખુવાર માનવી થાય છે
ક્રમ તો આ, સદાય જગમાં ચાલ્યો આવે છે
જાગતા શંકા હૈયે, તરાડ સંબંધમાં આવે છે
પડતા તરાડ, ઓટ પ્રેમમાં તો આવે છે
ક્રમ તો આ, સદાય જગમાં ચાલ્યો આવે છે
ઓટ પછી ભરતી સદાય આવે છે
અમાસ પછી પૂનમ તો આવે છે
ક્રમ તો આ, સદાય જગમાં ચાલ્યો આવે છે
જનમ પછી મરણ જરૂર આવે છે
મરણ પછી જનમ તો જરૂર આવે છે
ક્રમ તો આ, સદાય જગમાં ચાલ્યો આવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)