શાણાના ગાંડપણને, જગમાં ગાંડપણ તો એને કોઈ ગણતું નથી
શાણા ગાંડપણ કર્યા વિના રહ્યાં નથી, એવા ગાંડપણનો કોઈ જોટો નથી
ગાંડાના ગાંડપણ તો છે જાણીતા, જગને એના ગાંડપણની નવાઈ નથી
ગાંડાના ગાંડપણને જાણીને રહેશે દૂર એનાથી, ગાંડપણ શાણાને લપેટયા વિના રહેતા નથી
સાધવા સ્વાર્થ શાણા લે આશરો ગાંડપણનો, ગાંડપણ શાણાના સ્વાર્થ વિનાના રહ્યાં નથી
ગાંડાનું ગાંડપણ વર્તાવે ત્રાસ, ગાંડપણ શું છે એ એ તો જાણતા નથી
પ્રેમે કઢાવ્યા ગાંડપણ જગમાં સહુને, પ્રેમમાં ગાંડાપણું ખીલ્યા વિના રડયું નથી
ડગલે પગલે ગાંડપણ મળે જગમાં જોવા, કંઈક ગાંડપણ તો જગમાં સમજાતા નથી
ક્યારે ને ક્યારે કાઢયા ગાંડપણ જગમાં સહુએ, ગાંડા ગણાવું તોયે ગમતું નથી
ગાંડાની જમાત છે જગમાં તો મોટી, સાચા શાણા જગમાં જલદી જડતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)