તમે આવીને વસો મોરી ‘મા’, હૈયાનાં દ્વાર મારા ખુલ્લાં છે
વાળી-ઝૂડીને કર્યું છે સાફ ‘મા’, હૈયાનાં દ્વાર મારા ખુલ્લાં છે
બિછાવી છે ભાવનાની જાજમ ‘મા’, હૈયાનાં દ્વાર મારા ખુલ્લાં છે
સળગાવી છે સદ્દગુણોની ધૂપસળી ‘મા’, હૈયાનાં દ્વાર મારા ખુલ્લાં છે
ખાજો પ્રેમથી પ્રેમનાં પકવાન ‘મા’, હૈયાનાં દ્વાર મારા ખુલ્લાં છે
કરજો ભક્તિ કેરા સુધારસપાન ‘મા’, હૈયાનાં દ્વાર મારા ખુલ્લાં છે
કરું છું અર્પણ, કર્મો કેરા હાર, ‘મા’, હૈયાનાં દ્વાર મારા ખુલ્લાં છે
આવી દેજો તમે હેત કેરાં દાન ‘મા’, હૈયાનાં દ્વાર મારા ખુલ્લાં છે
પછી કરશું સુખ-દુઃખની વાત ‘મા’, હૈયાનાં દ્વાર મારા ખુલ્લાં છે
કાઢજે મારા હૈયા કેરાં અજ્ઞાન ‘મા’, હૈયાનાં દ્વાર મારા ખુલ્લાં છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)