સીડી તો છે ચડવા કાજે, એનાથી પણ ઊતરાય
કરશો ઉપયોગ જેવો એનો, એ રીતે એ વપરાય
વૃત્તિ પણ છે સીડી જેવી, ઉપર પણ લઈ જાય
પાપમાં જો જોડશો એને, નીચે તો એ ઘસડી જાય
કરશો ઉપયોગ સમજીને એનો, અપ્રાપ્ય પ્રાપ્ય બની જાય
ગેરઉપયોગ કરતાં એનો, છે એ પણ ઘસડી જાય
અખૂટ એમાં શક્તિ ભરી છે, એ સમજજો સદાય
લઈ સહાય સદાય એની, માનવી ઉપર ચડતો જાય
નિયત રસ્તે વાળી એને, શક્તિ તો પમાય
વેરણછેરણ વહેવા દઈને, ઉપાધિ તો પમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)