મનડાને સંકુચિતતાના કોચલમાંથી કાઢી, દે વિશાળતામાં સ્થાપી
લોભને મનડામાં જગાવી, દેજે એને ના ગૂંગળાવી
ક્રોધને હૈયામાં જગાવી, દેજે હૈયાને ના બાળી
વિક્ષેપોને દેજે મનડામાંથી હટાવી, દેજે એને સ્થિર બનાવી
કરુણાને દેજે હૈયામાં સ્થાપી, દેજે મનડાને મૃદુ બનાવી
અજ્ઞાનતા હૈયેથી દેજે હટાવી, સમજણ દેજે હૈયે ગૂંથાવી
કામને તો દેજે સદા બાળી, હૈયાના ઉત્પાતને દેજે સમાવી
નિશ્ચયને દેજે દૃઢ બનાવી, સત્કર્મોમાં મનને દેજે લગાડી
હૈયાને નિઃસ્વાર્થ બનાવી, ઘૂંટડા શાંતિના જાશે પામી
ભક્તિભાવમાં દેજે હૈયાને ડુબાવી, ‘મા’ નું કામ ‘મા’ લેશે સંભાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)