સહુ સહુને જીવનમાં તો, પોત પોતાનું તો વધુ લાગે છે
અન્યથી પાડવા પોતાને જુદા, કારણો એને તો મળી આવે છે
ગોતે કારણો કદી કર્મમાં, કદી આવડતમાં,અણસાર સ્વાર્થના એમાં આવે છે
રહી ના શક્યા અન્યના સહારા વિના, અહં તોયે પોતાનો સતાવે છે
ખીલવ્યા વિના આવડત પોતાની, પોતાની આવડતના ઘેનમાં રાચે છે
મધ્ય અન્યમાં ખસેડયા વિના, જગનું મધ્યબિંદુ પોતાને માને છે
કારણ, અકારણ વિના, જગમાં સૂર પોતાના, નોંખા બુલંદ બનાવે છે
સદા સ્વાર્થ સાધવા કરે કોશિશો, તોયે સ્વાર્થરહિત પોતાને મનાવે છે
સુધાર્યું ના જીવન જગમાં પોતાનું, અન્યના જીવન ઉપર પ્રહાર લગાવે છે
અપમાન અન્યનું તો કરતા ફરે, અપમાન પોતાનું સહન ના થાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)