થઈ હોય ભલે મુલાકાત એક દિન, યાદ આવે જીવનમાં એ તો કદી
યાદ આવે છે તારી તો માડી, થઈ હશે મુલાકાત તારી ભી એક દિન
જાગી ના શંકા મને જીવનમાં, માડી મારા અસ્તિત્વની કદી
જાગે શા કારણે શંકા મારા મનમાં, માડી તુજ અસ્તિત્વની
દૃશ્ય જગતની જીવનમાં, તો શંકા જાગે ના કદી
અદૃશ્ય જગની મળે પ્રતીતિ, જીવનમાં તો કદી ન કદી
ભાવો જીવનમાં તો ના દેખાયે, પ્રતીતિ એની તો રહે મળી
મિટાવવા શંકા, અદૃશ્યે પણ દૃશ્ય થાવું પડે કદી
સમજમાં ના આવતી બધી ચીજો, અસ્વીકાર્ય બનતી નથી
મળતાં હૈયે એવી પ્રતીતિ, સ્વીકાર્ય તો એ બની જતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)