સિક્કાની હોય બે બાજુ, નોખનોખી દેખાય
એક વિના પણ રહે અધૂરો, એ અધૂરો ગણાય
સુખદુઃખ જીવનની બે બાજુ, જીવનમાં બંને સમાય
એક વિના પણ, જીવન તો અધૂરું ગણાય
એક પાસું સદા રહે ઉપર, બીજું ત્યારે ના દેખાય
એક પાસું સદા રહે ના ઉપર, ક્રમ આ ના બદલાય
એક પાસું સદા રહે ના ઉપર, એમાં તો બદલી થાય
ક્યારે કયું ઉપર, ક્યારે નીચે, એ તો ના કહેવાય
અદ્દભુત ક્રમ છે આ જીવનનો, ચાલ્યો આવે સદાય
ધીરજથી રાહ જોજો, ધાર્યું પાસું ઉપર આવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)