જીવનકેરી કર્મભૂમિમાં, કરતાં કર્મો કોઈ અટકી શકે નહિ
જૂનો હિસાબ, ને થોડો નવો હિસાબ, ચૂકવ્યા વિના રહે નહિ
પતે ન હિસાબ આ જનમના કર્મનો, કે પૂર્વજનમના કર્મનો
હિસાબ તો છે એ અટપટો, જલદી એ તો સમજાયે નહિ
હિસાબ પત્યા વિના કદી, કદી કોઈ મુક્ત કહેવાય નહિ
વધતો ને ઘટતો ક્રમ તો સદા, એ તો રહે છે ચાલતો
ક્રમ તો જીવનનો આ તો, કદીયે અટકે નહિ
કંઈક તો ભોગવી, કંઈકને તો બાળી, ચોખ્ખો એ કીધો
તીવ્ર જ્ઞાન દેશે એને બાળી, ત્યાગ વિના જ્ઞાન ટકશે નહિ
યત્નો એવા તારા કરજે સાચા, કદી એમાં ભૂલ કરતો નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)