સદા છાંયડો નવ મળશે, સદા તાપની આશા નવ રાખજે
સદા નિષ્ફળતા નવ મળશે, સદા સફળતાની આશા નવ રાખજે
સદા રાત તો નવ રહેશે, સદા દિનની આશા નવ રાખજે
સદા વિકાસ નવ મળશે, સદા પ્રેમની આશા નવ રાખજે
સદા કાંટા તો નવ મળશે, સદા ફૂલની આશા નવ રાખજે
સદા ભોંયપથારી નવ મળશે, સદા ગાદીની આશા નવ રાખજે
સદા અમાસ તો નવ રહેશે, સદા પૂનમની આશા નવ રાખજે
સદા ઓટ તો નવ આવશે, સદા ભરતીની આશા નવ રાખજે
સદા સામનો તો નવ થાશે, સદા સાથની આશા નવ રાખજે
સદા સૂકું તો નવ રહેશે, સદા વરસાદની આશા નવ રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)