તૂટી ગયો હોઉં ભલે, હું તો જીવનમાં, વધી ના શક્યો હોત, આગળ ભલે જીવનમાં
સહાનુભૂતિના રે ખોટા સાથિયા, પૂરવા આવશો ના કોઈ હવે મારા જીવનમાં
કરી હોય ભૂલો મેં તો ઘણી રે જીવનમાં, આવ્યા ના ત્યારે કોઈ એને સુધારવા
હાં ને નાં ને છે ઊભા આડવેર તો મારા જીવનમાં, નાંખશો ના બળતા કાકડા તો એમાં
મારા ઊછળતા અહંના તાપમાં, આવશો ના તમે, તમારું તાપણું એમાં તો તાપવા
અટક્યો ના હું તો મારા કર્મોમાં, હાથ ના દીધા રોકવા મને આવા કર્મો કરવામાં
ભરતો ને ભરતો રહ્યો છું, અસ્થિર ડગલાંએ તો જીવનમાં સાથ ના દીધા સ્થિર એને કરવામાં
ભરેલો ને ભરેલો છે અગ્નિ મારા રે હૈયાંમાં, કરાવી ના શક્યા ખાલી એને મારા જીવનમાં
હતા સાથે જ્યાં મારી સફળતાની મુસાફરીમાં, રહી ના શક્યા સાથે નિષ્ફળતાની મુસાફરીમાં
ફુટિલતાએ દાટ વાળ્યો મારા જીવનમાં, નાંખશો ના હાથ હવે એને બહેકાવવામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)