ઊંડાણ તારું ના મપાય માડી, ઊંડાણ તારાં ઊંડાં છે
ઊંચાઈ તારી ના મપાય માડી, ઊંચાઈ તારી ઊંચી છે
વિશાળતા તારી ના મપાય માડી, માપ અમારાં ટૂંકાં છે
સૂક્ષ્મતા તારી ના દેખાય માડી, દૃષ્ટિ અમારી ખોટી છે
શક્તિ તારી ના મપાય માડી, શક્તિ તુજમાં સમાઈ છે
દેવું તને ક્યાંથી રે માડી, તુજથી તો સર્વ પમાય છે
વજન તારું કરવું ક્યાંથી રે માડી, માપ અમારાં ઓછાં છે
રંગ તારો સમજાય ક્યાંથી માડી, સર્વ રંગ તુજમાં સમાય છે
ગતિ પકડવી તારી ક્યાંથી માડી, ગતિ અમારી ટૂંકી છે
મજબૂતાઈ તારી માપવી ક્યાંથી માડી, મજબૂતાઈ તો તુજથી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)