અજબ છે તું તો પ્રભુ, અજબ તો છે તારી સૃષ્ટિ
અજબ છે માનવ રચના, છે અજબ તો એની જિંદગી
અજબ છે જાળ તો કર્મની, છે અજબ તો માયાની મોહિની
સુખદુઃખે રાખે પ્રભુ, તું તો સદા સૃષ્ટિને બાંધી
માનવને સર્વ શક્તિ દીધી, રહ્યો તોય અસહાય સમજી
કદી અહમે રહ્યો ડૂબી, સર્વ બંધન રહ્યો છે તોડી
મોંઘો માનવદેહ દીધો, કરવો સફળ ગયો એ ભૂલી
સુખદુઃખે રાખે પ્રભુ, તું તો સદા સૃષ્ટિને બાંધી
અશક્ય નથી કાંઈ તુજથી, રાખે સહુને તોય તડપાવી
કર્તા-હર્તા છે તું પોતે, રહે તોય સદા તું છુપાઈ
દૃશ્ય-અદૃશ્ય સર્વ કંઈ રહે, સદા તુજમાં સમાઈ
સુખદુઃખે સહુને રાખે પ્રભુ, સદા સાથે બાંધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)