તારણહાર જેને તારે, કોઈ ન શકે એને ડુબાડી
મારણહાર તો જેને મારે, કોઈ ન શકે એને બચાવી
ડૂબતાને તો એ તારે, કિનારે આવેલાને પણ ડુબાડે
અંધકારે ઘેરાયેલાને પણ, પ્રકાશ એ તો આપે
પાંગળાને ભી ચલાવે, ચાલતાને ભી પાંગળા બનાવે
મૂંગાને ભી બોલાવે, બોલતાને ભી મૂંગા બનાવે
કૃપા એની બહુ તાવે, તાવીને તો શુદ્ધ બનાવે
દેવામાં કચાશ ના રાખે, અશક્યને પણ શક્ય બનાવે
મારે કે તારે, તોય હાથ એનો તો ના દેખાયે
હસતાને ભી રડાવે, રડતાને ભી તો એ હસાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)