મોત તો આવે વહેલું-મોડું, ના દે કોઈ એને રે તેડું
સર્જનહારનું છે એ તો તેડું, આવે એ તો વહેલું-મોડું
સૃષ્ટિ સર્જનથી આવતું રહેતું, કોઈને એણે ના છોડ્યું
સાચા-ખોટા ભેદ ન રાખ્યા, સહુને એકસરખું ભેટ્યું
આવતું રહે સહુની પાસ, કોઈ વિરલાએ એને સત્કાર્યું
વાત કરે ભલે સહુ મોટી, ભેટતાં એને સહુ ડર્યું
જન્મ્યા જે-જે જગમાં, સદા એને એ તો ભેટ્યું
રાખ્યા ન ભેદ એણે, છે એ તો હથિયાર સર્જનહારનું
થાકેલા-હારેલાનું તો છે એ સોનેરી સમણું
કોઈ એમાંથી કદી ન બચ્યું, આવે એ તો વહેલું મોડું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)