ઓઢણી લહેરાય, ‘મા’ ની ઓઢણી લહેરાય
ફરફરે આકાશે એ તો, જગ સારું એમાં સમાય
જડ-ચેતનને દેતી સમાવી, સચરાચર જગ સમાય
સંસાર તાપમાં છે, એક એ તો આધાર
માનવ ને પ્રાણી, સાગર ને સરિતાની પડતી એમાં ભાત
સૂર્ય-ચંદ્ર-તારા એમાં ચમકતા, છે ‘મા’ નો ચળકાટ
ભૂત, ભવિષ્યે, વર્તમાને રહેશે સદા પ્રકાશી
જોયા યુગો એણે, રહી ફરફરતી એ સદાય
ફરફરે જ્યાં એ તો, વાયુના વીંઝણા વાય
અવનિ પર તેજ તો, એનાં સદા પથરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)