ધરતી સાથેના સબંધ તો તારા, નથી કોઈ એ તો નવા, છે એ પુરાણા ને પુરાણા
રહ્યાં રૂપો ભલે બદલાતાને બદલાતા, રહ્યાં સ્થળો ભલે બદલાતાને બદલાતા
લીધા શ્વાસો ભલે નવાને નવા, દઈ ગઈ ચેતના નવી, અણસાર છે એમાં પુરાણા
મજબૂતને મજબૂત લાગ્યા ભલે, રહ્યાં તોયે એ તો તૂટતાને તૂટતા
ખેલ ખેલ્યા ધરતી ઉપર તેં અનેક, ના ખેલ યાદ એ તો રાખી શકાયા
નવીનતાને નવીનતા દીધી ધરતીએ તને, ના ખૂટયા નવીનતાના એના ખજાના
બાંધી સંબંધ ધરતી સાથે, આચરી નાદાનિયત, તોડયા અચંબા ધરતીએ ગંભીરતાના
રહી ધરતી સદા પરમ ઉપકારી, તોડયો ના સંબંધ જીવનમાં એણે તો તારો
કરી ના કંજૂસાઈ દેવામાં એણે, સાચી રીતે નિભાવ્યો સંબંધ તો તારો
જીલ્યા જીવનમાં એણે આંસુ તારા, સહી લીધા પગના પછડાટ, કાઢયો ના ઉંડકારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)