નથી શબ્દો પૂરા મારી પાસે માડી, વર્ણવાને ગુણો તારા
નથી ભરી શકતો ભાવો પૂરા માડી, માનવા ઉપકાર તારા
દીધું તેં ઘણું, લાગે ઓછું, ઊભો ફેલાવી હાથ તો મારા
તોય ના મુખ તો તેં ફેરવી લીધું, ભર્યા હાથ સદાય મારા
જગે સાંભળી ના ફરિયાદ મારી, દીધા કાન તેં તો તારા
કહું ના કહું, સમજે ત્યાં તું પૂરું, કરવાં વખાણ શા તારાં
કરતાં ગુણો યાદ તારા, આવે ભરાઈ તો હૈયાં અમારાં
ઊભરાતા હૈયે, ના નીકળે શબ્દો, વાંચી લેજે ભાવો અમારા
એક નહિ, અનેક ગુણો છે તારા, શબ્દો થંભી જાયે અમારા
શક્તિ સીમિત છે અમારી માડી, કરવાં વખાણ ક્યાંથી તારાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)