ભરી પાપનો ભાર હૈયામાં, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી
ચિંતાનો ભરીને ખૂબ ભાર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી
ખાઈ નિરાશાના ખૂબ માર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી
રાખી વેરની આગ હૈયે જલતી, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી
ભરી વાસનાનો હૈયે ભાર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી
પુરુષાર્થમાં મેળવી હાર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી
ખોલી સદા દુશ્મનીનાં દ્વાર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી
ભરી રાખી હૈયામાં ક્રોધ અપાર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)