હૈયું આજે શુદ્ધ કરી માડી, ધરું આજે તવ ચરણે
કરી રહ્યો પ્રતીક્ષા માડી તારી, આવી આજે તારે બારણે
કેવો છું ખબર નથી માડી, તું છે મારી, છે એ આશ હૈયે
વીત્યા જનમ કેટલા, હિસાબ તો નથી એનો મારી પાસે
જાણતો નથી હું તો કંઈ, જરૂરિયાતનું તું શીખવી દેજે
કદી જો ભૂલ કરું એમાં, કાન મારો તો તું પકડી લેજે
કરું સાચું કે ખોટું રે માડી, જુદાઈ તારી મુજને ના દેજે
છું હું તો બાળ તારો માડી, ગળે મુજને તો લગાવી દેજે
હસતાં-ખેલતાં સદા રટું તને, આશ છે એ તો મારા હૈયે
વીસરું સ્મરણ તારું ન કદી, શક્તિ હૈયે એવી ભરી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)