ચમકે છે ચાંદલો તો ‘મા’ ના કપાળમાં
રહે સદાય નિહાળી, એ તો વહાલમાં
રાખે ના ભેદભાવ એ તો દિલમાં
બોલાવે સહુને સદાય, એ તો પ્યારમાં
શોભે છે હાર તો એના ગળામાં
વીંટાયા છે જાણે બાળ એના હૈયામાં
ઓઢે છે ચૂંદડી એ તો આનંદમાં
ફરફરે સદાય એ તો, સારાયે જગમાં
હાથે ત્રિશૂળ વળી ચક્ર છે તો હાથમાં
લીધા છે હાથ એણે, ભક્તોના બચાવમાં
મધુર મુખ મલકે છે, ભક્તોના ભાવમાં
હાથ એના દેતા તાળી ભક્તિના તાલમાં
ઊપડે છે પગ એના, ભક્તોના પોકારમાં
તત્પર છે સદાય એ તો સહાય કરવા
ઊછળે છે હૈયું એનું, દેખી બાળને વહાલમાં
લે છે સદાય એ તો બાળને ખોળામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)