અંતરના માંડવડે, મનનો મોર મારો નાચી ઊઠ્યો
પ્રેમની કુંજમાં ને ભક્તિના ભાવમાં એ ટહૂકી ઊઠ્યો
ભાવની દોરીએ પગ એના બાંધ્યા, ભાવમાં બંધાઈ ગયો
ડોલીને ખૂબ ભાવમાં, ભાવમાં ભાન ભૂલી ગયો
ભાવ ને તાલના મેળ ત્યાં જામ્યા, કાળ ત્યાં થંભી ગયો
ના બંધાતો કોઈથી, આજ તો એ ભાવે બંધાઈ ગયો
તાલ ને સૂર ગયા જામતા, સ્વર્ગના સૂર રેલી રહ્યો
થઈ ચારેકોરથી કોશિશ ખેંચવા, અટલ એ તો રહ્યો
‘મા’ ના પ્રેમનાં પિયૂષ મળતાં એ તો થનગની રહ્યો
થનકારે-થનકારે, ‘મા’ ના ભાવમાં તો એ ડોલી રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)