આવો-આવો હે જગજનની માત, તમે હવે આવોને
રહ્યાં છે ખાલી આંસુઓ, હવે સત્કારવાને કાજ - તમે...
અંતરનો તમે સાંભળોને મારો તો સાદ - તમે...
તમે તો છો દીનદયાળુ ને કૃપાળુ માત - તમે...
રાખતાં નથી તમે તો અંતરથી ભેદભાવ - તમે...
પૂર્ણ પ્રેમે તો તમે પ્રકાશો, ભક્તકાજે છો પ્રેમાળ - તમે...
વાર ન કરશો તમે, હવે આવો ને તમે તત્કાળ - તમે...
થાક્યા છીએ અમે તો, ખાઈને માયાતણો રે માર - તમે...
તમે તો છો માડી, સારા સંસારનો પણ સાર - તમે...
તમે તો સદા પહોંચો છો ભક્તોને દ્વાર - તમે...
થાશે અમારાં સર્વે કામ, આવશો જ્યાં એક વાર - તમે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)