કર ઊંડો વિચાર તું તારા હૈયામાં
કોણ પામી ગયું, કોણ રહી ગયું
બની માનવ તો આવ્યા કંઈક જગમાં
કોણ પામી ગયું, કોણ રહી ગયું
મળ્યાં જનમના રાજપાટ તો જેને
કોણ લઈ ગયું, કોણ છોડી ગયું
મળી ગરીબાઈ તો જનમતા જેને
પગથિયું પ્રગતિનું કંઈકનું બની ગયું
કરી કૂડકપટ તો બહુ જગમાં
શું પામી લીધું, શું ખોઈ દીધું
માનવે-માનવે મતિ તો રહે જુદી
શું સ્વીકારી લીધું, શું ત્યજી દીધું
રાહે-રાહે તો સહુએ ચાલી દીધું
કોણ અધવચ્ચે રહ્યું, કોણ પહોંચી ગયું
હિંમતે સહુએ તો શરૂઆત કીધી
કોણ મક્કમ રહ્યું, કોણ તૂટી પડ્યું
સાથ સહુ, જગમાં તો ઝંખી રહ્યું
કોણ મેળવી ગયું, કોણ એકલું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)